Posted in PAINTED WORDS

લેખમાં મેખ-2


ગુજરાતી બ્લોગ પર કદાચ આ પહેલો પ્રયત્ન હશે. ગામડામાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને ઇન્ટરનેટ પર મૂકવી.

પ્રવેશ બીજો

(પાત્ર – વજો સોલંકી, સાંમત, તેજબાઇ, મીણલ)

વજો સોલંકી –    અરે સામંત હું હવે ખૂબ જ મુંજાઉ છું મને કોઇ રસ્‍તો જડતો નથી.

સામંત –    મહારાજ બહેન તેજબાઇને બોલાવી સમજાવો કારણ કે કનક ચાવડો આજકાલ લગ્‍ન મોકલશે.

વજો સોલંકી –    સામંત હું કયા શબ્‍દોથી તેજબાઇને સમજાઉ.

સામંત –    મહારાજ મુજાઓ નહીં માતા શક્તિ સૌ સારાવાના કરશે બહેન તેજબાઇને બોલાવો.

વજો સોલંકી-    છે કોઇ હાજર બહેન તેજબાઇને બોલાવી લાવો.

તેજબાઇ –    હાજર છુ પિતાજી શી આજ્ઞા છે પુત્રીને

વજો સોલંકી –    બેટા મને વચન આપવાનું છે તારે.

તેજબાઇ –    પિતાજી આ કયા મુલકનો ન્‍યાય સંતાન પાસે પિતા વચન માગે ? અને એ પણ દીકરી પાસે ?

વજો સોલંકી –    બેટા દીકરી નહીં પણ દીકરો બનાવવા વચન માંગું છું એક પુત્રી પાસે પિતા વચનની ભિક્ષા માંગે છે બોલ બેટા.

તેજબાઇ –    પિતાજી ભિક્ષા શા માટે માંગવી પડે છે ?

વજો સોલંકી –    પિતાની આબરૂ ન વેડફાઇ તેટલા માટે બેટા.

તેજબાઇ –    આટલો શો ગજબ છે કે પિતાની આબરૂ વેડફાઇ છે.

વજો સોલંકી –    બેટા વચન આપ પછી વાતા કરૂ.

તેજબાઇ –    પણ પિતાજી તમને કલંક બેસતું હોય તો મારૂ વચન છે કે તમો કહેશે તે કરવા તૈયાર છું.

વજો સોલંકી –    બસ બેટા મારા આત્‍માને શાન્‍તી થઇ પણ જો બેટા આજ કે કાલ જ કનક ચાવડાની પુત્રીના લગ્‍ન આવશે તો તારે પરણવા જવાનું છે.

તેજબાઇ –    શું કહો છો પિતાજી એક નારી સાથે નારીના લગ્‍ન.

વજો સોલંકી –    હા બેટા એ જ મારી આબરૂ નો સવાલ છે.

તેજબાઇ –    તમારી આબરૂનો સવાલ અને મારી આબરૂનો શો અહેવાલ થશે પિતાજી.

વજો સોલંકી –    બેટા તારી આબરૂ માતા શક્તિ રાખશે.

તેજબાઇ –    પણ પિતાજી આવી રીતે તો નહીં જ બને.

સામંત –    બહેન તેજબાઇ તમો એક રજપુતની દીકરી છો તો વચનનો ખ્‍યાલ રાખી વાત કરો.

તેજબાઇ –    સામતસિંહ તમો પણ પાગલ બન્‍યા છો કે શું…?

સામંત –    પાગલ નહીં બહેન પણ વગર વિચાર્યે પિતાજી થી થયેલ ભુલનું પરિણામ સંતાનોને ભોગવવું પડે છે.

તેજબાઇ –    આતો દુનિયાથી અવળી ભૂલ છે સામંતસિંહ.

સામંત –    એટલે જ આપની પાસે પિતાજી એ વચનની ભિક્ષા માંગી છે બહેન.

તેજબાઇ –    સામંત પિતાજીને કપટ કરવાનું કારણ શું.?

સામંત –    કપટ નહીં બહેન પણ થુકયું કોઇથી ગળાતું નથી બહેન પિતાજીને થયું છે પુત્રના હરખમાંને હરખમા વધાઇ મોકલી આપી કે પુત્રનો જનમ થયો તે માટે બહેન સમજીને તૈયાર થઇ જાઓ.

તેજબાઇ-    એ વાત મારાથી નહીં બને સામંત.

વજો સોલંકી –    તો જો આ કુંપમાં જેર છે બેટા.

તેજબાઇ –    તો ફજેતી કરતાં મરવામાં મને લહેર છે પિતાજી.

વજો સોલંકી –    એ તારે માટે નઇ બેટા

તેજબાઇ –    તો કોના માટે છે પિતાજી.

વજો સોલંકી –    તારા પિતાજી માટે બેટા.

તેજબાઇ –    તમારે શા માટે મરવું જોઇએ પિતાજી.

વજો સોલંકી –    કાળું મારૂ મુખ આ જગતને શું બતાવું. એ કરતાં આ દેહને જેર ખાઇને પતાવું.

તેજબાઇ –    નહીં પિતાજી એવો ગજબ ન કરશો. હું તમો જેમ કેહેશો તેમ કરવા તૈયાર છું પિતાજી.

સામંત –    શાબાશ વજો સોલંકીની પૂત્રી તેજબાઇ શાબાશ. વચનનું પાલન કરવું એ સંતાનોની ફરજ છે.

તેજબાઇ –    તો શું સંતાનોને શુળિએ ચડાવવાએ માવતરની ફરજ છે.

મીણલ –    લો રાખો હવે ચાલો તેજમલભાઇ હદ થઇ હવે ઘણા જ પિતાજીને સંતાવ્‍યા. ચાલો સાહેલી રાહ જુએ છે.(જાય છે.)

(ચાલુ)

 

સામંત –    સોલંકી રાજ કોઇ પરદેશી પંડિત આવતા જણાય છે.

વજો સોલંકી –    આવવા દો પંડિત રાજને …

(ગોર મહારાજ પ્રવેશ કરે છે.)

 

ગોર મહારાજ –    જય થાઓ ! સોલંકી મહારાજની જય થાઓ !!!

વજો સોલંકી –    પધારો પંડિતરાજ આપ કયાથી પધારો છે અને શા માટે આવવું થયું છે.

ગોર મહારાજ –    પાટણથી આવું છું મહારાજ.

સામંત –    અહો! ત્‍યારે ચાવડા મહારાજના શા સમાચાર છે ? પંડીતરાજ.

ગોર મહારાજ –    કનકે મોકલી કંકોતરી સુણો સોલંકી રાજ,
પ્રીતે પંડિત આવીયો લગ્‍ન દેવાને કાજ,
વૈશાખ સુદી પાંચમે ઉગતા ગુરૂવાર
જાન લઇ વેલા આવજો પાટણ ગામ મોજાર.

 

સામંત –    ગોર મહારાજ નાહી ધોઇને રસોઇ જમીને સીધાવજો.

વજો સોલંકી –    સામંતી ગોર મહારાજને સારી દક્ષિણા આપી અને વિદાય આપજો.

સામંત –    બહુસારૂ મહારાજ – મીણલ લગ્‍ન લઇલે.

મીણલ –                    (ગીત)

લાવો લાવો લગનીયા શ્રીફળરે કાંઇ લગનીય શ્રફળરે મોધેરો અવસર આવ્‍યો આંગણે
શણગારો કંઇ તેજીને તોખારરે કંઇ તેજીને તોખારરે
જાનૈયા કરો સૌ સાબદા ………… લાવો લાવો
તેડાવો કંઇ મામાને મોસાળથી કંઇ    મામાને મોસાળથી
ભાયબંધ ચાલો સહુ સામટા હોજી
લેવરાવો કંઇ લાડીલાને લાવરે કંઇ        લાડીલાને લાવરે
જાડીને જોડાવોરે વીરની જાનડી ………… લાવો લાવો

 

(પડદો પડે છે)

Author:

B.E.(E & C) M.Tech(Digital Comm.)

wanna say something? Say Right here...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s