Posted in PAINTED WORDS

લેખમાં મેખ-3


પહેલા બે ભાગની લિન્ક: || લેખમાં મેખ-1 || લેખમાં મેખ-2 ||

પ્રવેશ ત્રીજો

(પાત્ર – કનક ચાવડો, ઉદલ, ગોર મહારાજ, લીલાબાઇને સાહેલીઓ)

કનક ચાવડો –    કેમ ઉદલ આજે ગોર મહારાજને ગયે કેટલો વખત થયો.

ઉદલ –            લગભગ આઠ દિવસ થયા હશે મહારાજ

કનક ચાવડો –    તો પછી શું સોલંકી રાજને લગ્‍ન નહીં રાખવા હોય કે પછી આપણી સાયબી તેના ધ્‍યાનમાં નહીં આવી હોય.

ઉદલ –    નહીં નહીં મહારાજ વજો સોલંકી એવા મોટા મનના નથી ગોર મહારાજને થોડા દિવસ મહેમાન ગતીએ રોકયા હશે હવે તો લગભગ આવવા જ જોઇએ.

ગોર મહારાજ –    જય થાઓ ચાવડા મહારાજનો જય થાઓ.

કનક ચાવડો –    પધારો પધારો ગોર મહારાજ પધારો શું સોલંકી સમાચાર છે.

ગોર મહારાજ –    પંડે પંડિત જે કામમાં પાસા હોય પોબાર
જાન લઇ વેલા આવશે પાટણ નગર મોજાર
મહારાજ જયાં આ પંડિત હોય ત્‍યાં પછી પૂછવાનું શું હોય.
બોલો જય જગતંબા જય જગતંબા

કનક ચાવડો –    ઉદલ સર્વો વાતની તૈયારી કરો વગડાવો જોર શોરથી શરણાઇ અને વગડાવો છો તે જો જો દરેક જવાબદારી તારી છે જો દરેક કામમાં ઉણપ ન આવવી જોઇએ.

ઉદલ –    એમ જ થશે મહારાજ
વરે વરવા તણું અપજશ શીદને લઉ
નાત ગંગા નોતરી સુખે સ્‍વર્ગે જાઉ
આપો છો ઉદારથી વાપરવાને કાજ
સ્‍થળ ઠેકાણે જળ કરૂ ગરીબ બનાવું રાજ
જય જગતંબા

કનક ચાવડો –    આજે જગતંબાએ આપણું ધારેલ કામ પાર પાડયું છે. તો બહેન લીલાબાઇને તથા તેની સાહેલીઓને બોલાવી માના ગરબા ગવડાવો.

ઉદલ –        બહેન આવતાં જ જણાય છે.
લીલાબાઇ-     કેમ પિતાજી શું આજ્ઞા છે આ પુત્રીને.

કનક ચાવડો –    બેટા આજે જગતંબાના પ્રતાપે આપણું કામ પાર પડયું છે માટે આ જગતંબાના ગરબા બોલો

લીલાબાઇ અને સાહેલીઓ –    ગાયન
લાવો લાવો દિવેલીયા લખચાર રે કાંઇ દિવેલીયા લખચાર રે ઉતારી માડીની આરતી હોજી
કરી કરી ધૂપને હવનને કાંઇ ધૂપને હવન રે માડી આવે હૈતો મારતી હોજી
કર્યા કર્યા માનવ કેરા કામ રે કંઇ માનવ કેરા કામ રે આવી ભક્તોને ઉગારીયા હોજી.

            ગરબો

    આજ મારા ઘુઘરીને ઘમકારો ગરબે કો રમે રે લોલ
રમે મારી શક્તિ માં, અલબેલી અંબા આરાસુરી રે લોલ
બીજા બુટને બલ્‍લળ, કાળી કાળકારે લોલ
પાંચમે પ્રગટ હુવા, તળાજે તુળજારે લોલ ……. ઘુઘરને
જાજરને જમકારે, ગરબે કોણ રમે રે લોલ
રમે તાતણીયા વાળી, ખમા ખોડીયાર રે લોલ…

(પડદો પડે છે)

Advertisements
Posted in PAINTED WORDS

લેખમાં મેખ-2


ગુજરાતી બ્લોગ પર કદાચ આ પહેલો પ્રયત્ન હશે. ગામડામાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને ઇન્ટરનેટ પર મૂકવી.

પ્રવેશ બીજો

(પાત્ર – વજો સોલંકી, સાંમત, તેજબાઇ, મીણલ)

વજો સોલંકી –    અરે સામંત હું હવે ખૂબ જ મુંજાઉ છું મને કોઇ રસ્‍તો જડતો નથી.

સામંત –    મહારાજ બહેન તેજબાઇને બોલાવી સમજાવો કારણ કે કનક ચાવડો આજકાલ લગ્‍ન મોકલશે.

વજો સોલંકી –    સામંત હું કયા શબ્‍દોથી તેજબાઇને સમજાઉ.

સામંત –    મહારાજ મુજાઓ નહીં માતા શક્તિ સૌ સારાવાના કરશે બહેન તેજબાઇને બોલાવો.

વજો સોલંકી-    છે કોઇ હાજર બહેન તેજબાઇને બોલાવી લાવો.

તેજબાઇ –    હાજર છુ પિતાજી શી આજ્ઞા છે પુત્રીને

વજો સોલંકી –    બેટા મને વચન આપવાનું છે તારે.

તેજબાઇ –    પિતાજી આ કયા મુલકનો ન્‍યાય સંતાન પાસે પિતા વચન માગે ? અને એ પણ દીકરી પાસે ?

વજો સોલંકી –    બેટા દીકરી નહીં પણ દીકરો બનાવવા વચન માંગું છું એક પુત્રી પાસે પિતા વચનની ભિક્ષા માંગે છે બોલ બેટા.

તેજબાઇ –    પિતાજી ભિક્ષા શા માટે માંગવી પડે છે ?

વજો સોલંકી –    પિતાની આબરૂ ન વેડફાઇ તેટલા માટે બેટા.

તેજબાઇ –    આટલો શો ગજબ છે કે પિતાની આબરૂ વેડફાઇ છે.

વજો સોલંકી –    બેટા વચન આપ પછી વાતા કરૂ.

તેજબાઇ –    પણ પિતાજી તમને કલંક બેસતું હોય તો મારૂ વચન છે કે તમો કહેશે તે કરવા તૈયાર છું.

વજો સોલંકી –    બસ બેટા મારા આત્‍માને શાન્‍તી થઇ પણ જો બેટા આજ કે કાલ જ કનક ચાવડાની પુત્રીના લગ્‍ન આવશે તો તારે પરણવા જવાનું છે.

તેજબાઇ –    શું કહો છો પિતાજી એક નારી સાથે નારીના લગ્‍ન.

વજો સોલંકી –    હા બેટા એ જ મારી આબરૂ નો સવાલ છે.

તેજબાઇ –    તમારી આબરૂનો સવાલ અને મારી આબરૂનો શો અહેવાલ થશે પિતાજી.

વજો સોલંકી –    બેટા તારી આબરૂ માતા શક્તિ રાખશે.

તેજબાઇ –    પણ પિતાજી આવી રીતે તો નહીં જ બને.

સામંત –    બહેન તેજબાઇ તમો એક રજપુતની દીકરી છો તો વચનનો ખ્‍યાલ રાખી વાત કરો.

તેજબાઇ –    સામતસિંહ તમો પણ પાગલ બન્‍યા છો કે શું…?

સામંત –    પાગલ નહીં બહેન પણ વગર વિચાર્યે પિતાજી થી થયેલ ભુલનું પરિણામ સંતાનોને ભોગવવું પડે છે.

તેજબાઇ –    આતો દુનિયાથી અવળી ભૂલ છે સામંતસિંહ.

સામંત –    એટલે જ આપની પાસે પિતાજી એ વચનની ભિક્ષા માંગી છે બહેન.

તેજબાઇ –    સામંત પિતાજીને કપટ કરવાનું કારણ શું.?

સામંત –    કપટ નહીં બહેન પણ થુકયું કોઇથી ગળાતું નથી બહેન પિતાજીને થયું છે પુત્રના હરખમાંને હરખમા વધાઇ મોકલી આપી કે પુત્રનો જનમ થયો તે માટે બહેન સમજીને તૈયાર થઇ જાઓ.

તેજબાઇ-    એ વાત મારાથી નહીં બને સામંત.

વજો સોલંકી –    તો જો આ કુંપમાં જેર છે બેટા.

તેજબાઇ –    તો ફજેતી કરતાં મરવામાં મને લહેર છે પિતાજી.

વજો સોલંકી –    એ તારે માટે નઇ બેટા

તેજબાઇ –    તો કોના માટે છે પિતાજી.

વજો સોલંકી –    તારા પિતાજી માટે બેટા.

તેજબાઇ –    તમારે શા માટે મરવું જોઇએ પિતાજી.

વજો સોલંકી –    કાળું મારૂ મુખ આ જગતને શું બતાવું. એ કરતાં આ દેહને જેર ખાઇને પતાવું.

તેજબાઇ –    નહીં પિતાજી એવો ગજબ ન કરશો. હું તમો જેમ કેહેશો તેમ કરવા તૈયાર છું પિતાજી.

સામંત –    શાબાશ વજો સોલંકીની પૂત્રી તેજબાઇ શાબાશ. વચનનું પાલન કરવું એ સંતાનોની ફરજ છે.

તેજબાઇ –    તો શું સંતાનોને શુળિએ ચડાવવાએ માવતરની ફરજ છે.

મીણલ –    લો રાખો હવે ચાલો તેજમલભાઇ હદ થઇ હવે ઘણા જ પિતાજીને સંતાવ્‍યા. ચાલો સાહેલી રાહ જુએ છે.(જાય છે.)

(ચાલુ)

 

સામંત –    સોલંકી રાજ કોઇ પરદેશી પંડિત આવતા જણાય છે.

વજો સોલંકી –    આવવા દો પંડિત રાજને …

(ગોર મહારાજ પ્રવેશ કરે છે.)

 

ગોર મહારાજ –    જય થાઓ ! સોલંકી મહારાજની જય થાઓ !!!

વજો સોલંકી –    પધારો પંડિતરાજ આપ કયાથી પધારો છે અને શા માટે આવવું થયું છે.

ગોર મહારાજ –    પાટણથી આવું છું મહારાજ.

સામંત –    અહો! ત્‍યારે ચાવડા મહારાજના શા સમાચાર છે ? પંડીતરાજ.

ગોર મહારાજ –    કનકે મોકલી કંકોતરી સુણો સોલંકી રાજ,
પ્રીતે પંડિત આવીયો લગ્‍ન દેવાને કાજ,
વૈશાખ સુદી પાંચમે ઉગતા ગુરૂવાર
જાન લઇ વેલા આવજો પાટણ ગામ મોજાર.

 

સામંત –    ગોર મહારાજ નાહી ધોઇને રસોઇ જમીને સીધાવજો.

વજો સોલંકી –    સામંતી ગોર મહારાજને સારી દક્ષિણા આપી અને વિદાય આપજો.

સામંત –    બહુસારૂ મહારાજ – મીણલ લગ્‍ન લઇલે.

મીણલ –                    (ગીત)

લાવો લાવો લગનીયા શ્રીફળરે કાંઇ લગનીય શ્રફળરે મોધેરો અવસર આવ્‍યો આંગણે
શણગારો કંઇ તેજીને તોખારરે કંઇ તેજીને તોખારરે
જાનૈયા કરો સૌ સાબદા ………… લાવો લાવો
તેડાવો કંઇ મામાને મોસાળથી કંઇ    મામાને મોસાળથી
ભાયબંધ ચાલો સહુ સામટા હોજી
લેવરાવો કંઇ લાડીલાને લાવરે કંઇ        લાડીલાને લાવરે
જાડીને જોડાવોરે વીરની જાનડી ………… લાવો લાવો

 

(પડદો પડે છે)

Posted in PAINTED WORDS

અંગચેષ્ટા ! :)


કોઈને આંગળીઓથી નચાવવાની વાત આવે ત્યારે શું ખરેખર એ નાચે ખરો./ખરી? ઘણા એમાં એક્સપર્ટ હોય છે. અને સામેવાળા લોકો વળી એના ઇશારાઓને બસ ફોલો કરતાં રહે છે. આવી અંગચેષ્ટા(!) નો તમારે અનુભવ લેવો છે તો થઈ જાવ તૈયાર!…

એક ધાંસુ, ફાડુ, માઇન્ડ બ્લોઇંગ એપ સાથે. તમારા વેબકેમ વાળા લેપટોપ અને ડેસ્કટોપને તમે તમારી અંગચેષ્ટા વડે કંટ્રોલ કરી શકો છો! યસ. ધીસ ઇઝ રિયલ એન્ડ ફાર અવે ફ્રોમ વન ક્લિક.

નામ છે :
https://flutterapp.com/

  • કદાચ ન્યુઝમાં વાંચ્યું,સાંભળ્યુ હશે. ગૂગલે આ કંપની અને તેની ટેકનૉલોજી ખરીદી લીધી છે.
  • મોજની એક બીજી વાત એ છે કે આ બે ભારતીય(એક ગુજરાતી અને બીજો પંજાબી) વ્યક્તિઓએ સાથે મળીને બનાવી છે! ગુજરાતી યુવાન વડોદરાનો છે.
  • ડિલ લગભગ 40 મિલિયન ડોલરમાં ફાઇનલ થઈ છે! (અનઑફિસિયલી આંકડો)
  • આ ટેક્નોલોજીને Gesture control કહેવાય છે. તેના મૂળ image processing માં ખૂલે છે. એ બધી ટેકનિકલ વાતો પછી ક્યારેક! 😉
  • હવે આ બધુ પછી વાંચજો…પેલા ડાઉનલોડ કરી પ્રેકટીલ ચાલુ કરો.!
  • છેલ્લે એપ્પ ગમે તો કરો ગમતાનો ગુલાલ.
Posted in PAINTED WORDS

લેખમાં મેખ-૧


ગામ: પાચપીપળા તા: તળાજા જી: ભાવનગર

ગામના લોકો બહુચરમાં ના ચોકમાં ભેગા થયેલા છે. માતાજીની આરતી થયા પછી ‘ભવાઇ’ રમવાની ચાલુ થાય છે.

નાટક  બહુચર પુંજા

પ્રવેશ પહેલો

(પાત્ર તેજબાઇ,મીણલ અને સહેલીઓ))

તેજબાઇ – જુઓ સાહેલી આજે નવરાત્રીનો દિવસ છે માટે માં શક્તિની પુંજા કરીએ અને સાથે મળીને માના ગરબા ગાઇએ

ગરબો

૧.             ઈશ્‍વરના ઘેરથી ઉતર્યા માં શકિત રે

                  એવા આવ્‍યા છે માનવ લોક માતા શક્તિ રે

૨.               ત્રણ દેવોને ઉત્‍પન કીધા માં શક્તિ રે

                  એવા બ્રહ્મા વિશ્‍નુ મહેશ માતા શક્તિ રે

૩.               બ્રહ્માને વરવા કહ્યું માતા શક્તિ રે

                           તુ છો મોરી માતા માતા શક્તિ રે

૪.               બ્રહ્માને બાળી ભશ્‍મ કીધા મા શક્તિ રે

     વિશ્‍નુને વધ્‍યારે વચન માતા શક્તિ રે

૫.               વિશ્‍નુને પાણી ઓચર્યા માં શક્તિ રે

                         તુ છો મોરી માત માતા શક્તિ રે

૬.               વિશ્‍નુને બાળી ભશ્‍મ કીધા મા શક્તિ રે

                         મહેશે માંડી વાત માતા શક્તિ રે

૭.               એવી અગ્‍નીમાં દેયુ હોમિયું મા શક્તિ રે

                         પછી રહયા પા રતીભાર માતા શક્તિ રે

૮.               શરીરમાં રહેલી તુ છો માતા શક્તિ રે

એવા જીવો જપે તારા જાપ માતા શક્તિ રે.

મીણલ –   અરે બહેન તેજબાઇ તમે તો ગરબા ગાવામાં તલ્‍લીન બન્‍યા છો અને પિતાજી કયારના આપની રાહ જુએ છે માટે ચાલો જલદી.

તેજબાઇ- અરે મીણલ પણ તું જોતો ખરી સરખી સાહેલી મળી માતા શક્તિના આશીર્વાદ લેવા ગરબા ગાયા અને આજે નવરાત્રી છે તે તો તું જાણે છે.

મીણલ –   હા હા હું સમજી શક્તિ શક્તિ ચોટયા છો પણ શક્તિ કેવા જોઇએ વાર કરે છે એ હું જોઇ લઇશ.

તેજબાઇ – પણ મીણલ તુ તો બહુ જ ખાટી એટલું બધું છે શું વાત તો કર. શક્તિતો તારામાં છે મારામાં છે સારી એ માનવ જાતીમાં રહેલી માતા શક્તિ જ છે.

મીણલ-    હા બહેન હા. એ બધુંય હવે જોવાશે ચાલો જલ્‍દી પિતાજી રાહ જોવે છે.

તેજબાઇ – પણ વાત તો કર છે શું ?

મીણલ –   તમારી કસોટી બીજું શું ?

તેજબાઇ – મારી કસોટી…

મીણલ –   હા હા, જયારે આ દુનિયા બંધાણી ત્‍યારથી નર નારીના લગ્‍ન થાય છે તે તો તમે જાણો છો ને.

તેજબાઇ- તો આજ કંઇ નવીન છે…?

મીણલ –   નવીન નહીં ત્‍યારે શું ભાઇબંધાઇમાં કનક ચાવડાએ અને પિતાજીએ એક બીજાને વચન દીધા હતા કે જો તારે કુંવરી થાય અને મારે કુંવર થાય તો બન્‍ને ના લગ્‍ન કરવા.

તેજબાઇ –      તો એમાં શું વાંધો છે…?

મીણલ –   વાંધો છે શું મારૂ કપાળ હજુ પુરું સાંભળો તો ખરા. કનક ચાવડાને ઘેર દીકરી છે અને તમે પણ દીકરી છો પણ પિતાજીએ તમે દીકરો છો એવા ખબર મોકલ્‍યા હતા. તેથી લગ્‍ન આવ્‍યા છે અને તમારે પરણવા જવાનું છે.

તેજબાઇ – એવું  હરગીજ નહીં બને તું ખોટી છો મીણલ.

મીણલ –   ખોટું કોણ છે તેની ખાતરી થશે. ચાલો હવે તો તેજબાઇ નહીં પણ તેજમલભાઇ પિતાજી બોલાવે છે.

(પડદો પડે છે)

વધુ આવતી પોસ્ટ પર…