Posted in PAINTED WORDS

જરૂરી નથી તમે શું બોલો છો, જરૂરી છે કે તમે કઈ રીતે બોલો છો.


A short story:

એક રાજાએ સપનું જોયું કે એના બધા દાંત પડી ગયા છે.
સવારે એ ચિંતા કરતો હતો કે શું આ સપનું કોઈ ભવિષ્યવાણી તો નથી.

સવારમાં દરબાર ભરાયો. રાજાએ સારા –સારા જ્યોતિષીઓને બોલાવ્યા.

એક જ્યોતિષીએ રાજાના સપનાની વાત ધ્યાન થી સાંભળી,થોડું વિચારીને રાજાને એના સપનાનું અર્થઘટન સમજાવે છે. ‘શ્રીમાન રાજા, આપનું સપનું એક સંકેત છે કે તમારા પરિવારના બધા સદસ્યોના તમે મોત જોશો!’
V


આ વાત સાંભળી રાજા ગુસ્સે થઇ ગયો અને એને જેલમાં પૂરી દીધો.
પછી બીજા કોઇની હિમ્મત ના થઈ કે રાજાના સપનાનો શું સંકેત છે એ કહે!
પણ થોડી વાર પછી એક બીજો જ્યોતિષ ઊભો થાય છે.
એ જ્યોતિષ કહે છે કે,” હે રાજા!,પ્રસન્ન થાઓ! તમારા સપનું એમ કહે છે કે તમે ખૂબ જ લાંબુ જીવન જીવશો,તમે શતાયુ થશો,તમે તમારા બધા રિશ્તેદારોથી વધારે જીવશો! “
આ સાંભળી રાજા ખુશ થાય છે એને એને રાજ્યના શ્રેષ્ઠ જ્યોતિશ્ચર્યાનું બહુમાન આપવા માં આવે છે!
~~
આમ જોવા જઈએ તો બંને એ એક જ વાત કરી પણ બંનેનો વાત કરવાનો ઢંગ અલગ હતો. એટ્લે કે જરૂરી નથી તમે શું બોલો છો, જરૂરી છે કે તમે કઈ રીતે બોલો છો.