Posted in Uncategorized

સિર્ફ નામ હી કાફી હૈ- ર.પા.


સિર્ફ નામ હી કાફી હૈ- ર.પા..

Advertisements
Posted in ~Short Stories~

~યે કૌન ચિત્રકાર હૈ?


…continue…

ભારે હદયે એ ચિત્રકાર એની માતૃભૂમિ અને કર્મભૂમિ છોડીને બીજા રાજ્યમાં જતો રહે છે.આ મોકો હતો કાળ સામે કળાને જિતાડવાનો.શૂન્યમાથી સર્જન કરવાનો.ચિત્રકારે તેના જૂના ચિત્રો વેંચીને એ રાજ્યમાં નવા જીવનની શરૂઆત કરી. થોડા સમય માં ત્યાં પણ તેના ચિત્રોના વખાણ થવા લાગ્યા. રાજાના નવા મહેલ માટે એને ચિત્રો બનાવવાની તક પ્રાપ્ત થઇ.મહેલમાં દરરોજની આવન જાવન માં રાજાની પુત્રી અને ચિત્રકારની નજર મળી ગઈ.રાજાને ચિત્રો ખૂબ જ પસંદ પડ્યા એટ્લે ચિત્રકારને ઈનામ આપ્યું અને એના ચિત્રોનું પ્રદર્શન મહેલના ઉધઘાટન સમયે ગોઠવવામાં આવ્યું. હવે ઘણા રાજયોના રાજાઓ આ સમારંભ માં હાજર રહ્યા. આ પ્રદર્શનના બધા જ ચિત્રો ના ખૂબ જ વખાણ થયા. પણ એક પોઇટ્રેટ પર બધા ખૂબ જ હસતાં અને કહેતા કે ‘યે કૌન ચિત્રકાર હૈ?’’. બધા તેના પર ફીદા ફીદા થઈ ગયા. હવે પેલા રાજાને આ વાતની જાણ થઈ કે એનું પોઇટ્રેટ આ પ્રદર્શનમા મૂકેલું છે. એટ્લે યુધ્ધનું ફરમાન જાહેર કર્યું. એ ચિત્રને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા ચોખ્ખી ધમકી આપવામાં આવી. પણ કેમ? કારણ કે એ ઘમંડી રાજાના પોઇટ્રેટનું નામ ‘એક ચોરનું ચિત્ર’ એમ રાખેલું. માહોલ એકદમ ગરમ થઈ ગયો એટ્લે આ રાજયના રાજાને ચિત્રકારને એ પોઇટ્રેટ ઉતારવા કહ્યું. ચિત્રકારે પોઇટ્રેટ ઉતારતા પહેલા ઘમંડી રાજાને મળવાનું નક્કી કર્યું. ક્રોધથી લથપથ રાજા અને ચિત્રકારની મુલાકાત થાય છે. રાજા બરડા પાડીને કહેવા લાગ્યો કે તારી એટલી હિમ્મત જ કઈ રીતે થાય મને ચોર કહેવાની…? અને ચિત્રકારે એકદમ શાંત ચિતે જવાબ આપ્યો કે કોણે કહ્યું કે આ તમારું પોઇટ્રેટ છે? અને દસ્ત્ખ્ત કરેલો કાગળ બતાવ્યો. ત્યારે રાજાની બોલતી બંધ થઈ ગઈ.રાજાને ભાન થયું કે એણે ખોટું કર્યું છે.કલાની કદર કરતાં આવડ્યું નહીં.પછી એ ચિત્રની એને કિમત બોલવાની કીધી.અને ચિત્રકારે એનું અડધું રાજય માગ્યું. રાજાએ એની પ્રતિષ્ઠા જાળવવા આપી પણ દીધું અને એ પોઇટ્રેટ પ્રદર્શન માથી ઉતારી લેવામાં આવ્યું. એક રાજ્યના રાજા થતાં ની સાથે ચિત્રકારે પછી રાજાની પુત્રીનો હાથ માગ્યો અને તેની સાથે ધામધૂમ થી લગ્ન કર્યા.

સાર:

વાર્તા ગીતાના બીજા અધ્યાયના 54 માં શ્લોકનો જવાબ તરીકે છે!

પેંટિંગ: મારી કઝિન ધ્રુવા વાઘેલા નું છે! 🙂

Posted in ~Short Stories~

યે કૌન ચિત્રકાર હૈ?


રાજા-મહારાજાના સમયની વાત છે. એક ગામનો છોકરો બાળપણથી થોડા થોડા ચિત્રો બનાવતો.પહેલા શોખથી બનાવતો પણ પછી એ કળા એના રોજગારનું સાધન બની ગઈ.ધીરે ધીરે તે પ્રખ્યાત થવા લાગ્યો.એને રાજ્યના ઘણા ગામમાથી કામ મળવા લાગ્યું.બધા જ ચિત્રો એકદમ જીવંત લાગે.ચિત્રકાર તરીકે ગામેગામ વખણાવવા લાગ્યો. એના અદભૂત ચિત્રોની મોં માંગી કિમ્મત આપવા બધા તૈયાર થઈ જતાં.હવે આ ચિત્રકારની વધતી જતી લોકપ્રિયતા એ રાજયના રાજા ને ખુચવા લાગી. રાજાને બીજા પ્રખ્યાતિ મેળવે એ થોડુક પણ ગમતું નહીં. એટ્લે રાજાએ એક તુક્કો અજમાવ્યો.

એક દિવસ એ ચિત્રકારને પોતાના દરબારમાં બોલાવ્યો. ચિત્રકાર રાજાના આમત્રણથી ખુશ થયો અને સમયસર દરબારમાં હાજર થયો. ચિત્રકારની થોડી આગતા-સ્વાગતા કરવામાં આવી.થોડી વાર પછી રાજાના સેનાપતિએ રાજાની ઈચ્છા ચિત્રકાર સામે ધરી. રાજાને પોતાનું વિશાળ પોઇટ્રેટ બનાવવું હતું. ચિત્રકારે તુરંત રાજાની ઇચ્છાનો સ્વીકાર કરી લીધો. એટલામાં સેનાપતિએ ચિત્રકારને અટકાવ્યો. અને રાજાની થોડી શરતો સાંભળાવી. ચિત્રકાર તો શરતો સાંભળીને એકદમ અવાચક થઈ ગયો. શરતો માં હતું કે જો રાજાને તેનું પોઇટ્રેટ પસંદ આવે તો રાજ્ય-રત્નોમાં ચિત્રકારને સ્થાન આપવામાં આવશે.પણ જો રાજાને પસંદ ના પડે તો તેને મૃત્યુદંડ(!)ની સજા કરવામાં આવશે! તેમ છતાં ચિત્રકારે પોતાનામાં વિશ્વાસ રાખીને હિમ્મતભેર હા કરી દીધી!

               Photo0531

એક દિવસ નક્કી કર્યો. રાજાએ તેનું પોઇટ્રેટ બનાવવા પોઝ આપ્યો. ચિત્રકાર તો પૂરી લગન થી રાજાનું પોઇટ્રેટ બનાવવા લાગ્યો.આખા દિવસની સખત મહેનત બાદ ફાઇનલ ટચિંગ આપીને તેનું ફ્રેમિંગ કરવામાં આવ્યું અને રજાના દિવસે જાહેરમાં તે વિશાળ પોઇટ્રેટ નું ઉદઘાટન ગોઠ્વવામાં આવ્યું. ગામના લોકો પેંટિંગ જોવા વહેલી સવારથી એકઠા થઈ ગયા હતા. થોડીવારમા કાર્યક્રમ શરૂ થયો અને રાજાની એન્ટ્રી થઇ. જેવુ રાજા એ તેના વિશાળ પોઇટ્રેટનો પડદો ઉઠાવ્યો ત્યાં વાતાવરણ તાલીઓથી ગુંજી ઉઠ્યું. તાળીઓનો અવાજ શાંત પડતાં રાજાએ કીધું,”આ કોણ છે?” અને ગામમાં સન્નાટો છવાઈ ગયો.

ચિત્રકાર,સેનાપતિ,ગામના લોકો પણ મુંજાયા. રાજાનું આબેહૂબ લાગતાં પોઇટ્રેટને ખુદ રાજાએ નકારી કાઢ્યું? ચિત્રકારે બીજી બાજુથી જોવા વિનંતી કરી. પણ રાજાએ નનૈયો ઝીકે રાખ્યો. ચિત્રકારને એનું મોત સામે દેખાવા લાગ્યું. એટ્લે થોડી હિમ્મત કરીને ગામના લોકોની રાય લેવા કીધું! હવે ગામના લોકો પણ હવે રાજા સાથે.સિંહનું મોઢું ગંધાય એવું કોણ કહે?

રાજાએ એની શરતો પ્રમાણે ચિત્રકારને મોતની સજા કરવા સેનાપતિને હુકમ આપ્યો.રાજાનો સેનાપતિ ચિત્રકાર ના ચિત્રોનો ચાહક હતો. અચાનક એને એક યુક્તિ સૂજી.સેનાપતિએ રાજાના કાનમાં ધીમેથી આ યુક્તિ સંભળાવી. ચિત્રકારને મોતની સજા કરવાને બદલે રાજ્યનિકાલની સજા કરવામાં આવે.તેથી રાજાને જ ફાયદો થશે.એક જીવન-દાનમાં આપશો તો રાજાની વાહ-વાહી થશે અને આખા રાજ્યમાં પ્રખ્યાતિ પણ થશે. પ્રખ્યાતિની વાત સાંભળી રાજા પીગળી ગયા અને સેનાપતિની વાત માની એ પ્રમાણે આદેશ આપ્યો.આ બાજુ ચિત્રકારને જીવમાં જીવ આવ્યો. ચિત્રકાર પોતાની સ્થિતપ્રજ્ઞતા જાળવીને જતાં જતાં પોઇટ્રેટ એ રાજાનું નથી એવું લખાવી એની નીચે રાજાના દસ્તખત લઈ લીધા અને પછીના દિવસે તે રાજ્યની બહાર નીકળી ગયો.

(continue…)