~યે કૌન ચિત્રકાર હૈ?

…continue…

ભારે હદયે એ ચિત્રકાર એની માતૃભૂમિ અને કર્મભૂમિ છોડીને બીજા રાજ્યમાં જતો રહે છે.આ મોકો હતો કાળ સામે કળાને જિતાડવાનો.શૂન્યમાથી સર્જન કરવાનો.ચિત્રકારે તેના જૂના ચિત્રો વેંચીને એ રાજ્યમાં નવા જીવનની શરૂઆત કરી. થોડા સમય માં ત્યાં પણ તેના ચિત્રોના વખાણ થવા લાગ્યા. રાજાના નવા મહેલ માટે એને ચિત્રો બનાવવાની તક પ્રાપ્ત થઇ.મહેલમાં દરરોજની આવન જાવન માં રાજાની પુત્રી અને ચિત્રકારની નજર મળી ગઈ.રાજાને ચિત્રો ખૂબ જ પસંદ પડ્યા એટ્લે ચિત્રકારને ઈનામ આપ્યું અને એના ચિત્રોનું પ્રદર્શન મહેલના ઉધઘાટન સમયે ગોઠવવામાં આવ્યું. હવે ઘણા રાજયોના રાજાઓ આ સમારંભ માં હાજર રહ્યા. આ પ્રદર્શનના બધા જ ચિત્રો ના ખૂબ જ વખાણ થયા. પણ એક પોઇટ્રેટ પર બધા ખૂબ જ હસતાં અને કહેતા કે ‘યે કૌન ચિત્રકાર હૈ?’’. બધા તેના પર ફીદા ફીદા થઈ ગયા. હવે પેલા રાજાને આ વાતની જાણ થઈ કે એનું પોઇટ્રેટ આ પ્રદર્શનમા મૂકેલું છે. એટ્લે યુધ્ધનું ફરમાન જાહેર કર્યું. એ ચિત્રને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા ચોખ્ખી ધમકી આપવામાં આવી. પણ કેમ? કારણ કે એ ઘમંડી રાજાના પોઇટ્રેટનું નામ ‘એક ચોરનું ચિત્ર’ એમ રાખેલું. માહોલ એકદમ ગરમ થઈ ગયો એટ્લે આ રાજયના રાજાને ચિત્રકારને એ પોઇટ્રેટ ઉતારવા કહ્યું. ચિત્રકારે પોઇટ્રેટ ઉતારતા પહેલા ઘમંડી રાજાને મળવાનું નક્કી કર્યું. ક્રોધથી લથપથ રાજા અને ચિત્રકારની મુલાકાત થાય છે. રાજા બરડા પાડીને કહેવા લાગ્યો કે તારી એટલી હિમ્મત જ કઈ રીતે થાય મને ચોર કહેવાની…? અને ચિત્રકારે એકદમ શાંત ચિતે જવાબ આપ્યો કે કોણે કહ્યું કે આ તમારું પોઇટ્રેટ છે? અને દસ્ત્ખ્ત કરેલો કાગળ બતાવ્યો. ત્યારે રાજાની બોલતી બંધ થઈ ગઈ.રાજાને ભાન થયું કે એણે ખોટું કર્યું છે.કલાની કદર કરતાં આવડ્યું નહીં.પછી એ ચિત્રની એને કિમત બોલવાની કીધી.અને ચિત્રકારે એનું અડધું રાજય માગ્યું. રાજાએ એની પ્રતિષ્ઠા જાળવવા આપી પણ દીધું અને એ પોઇટ્રેટ પ્રદર્શન માથી ઉતારી લેવામાં આવ્યું. એક રાજ્યના રાજા થતાં ની સાથે ચિત્રકારે પછી રાજાની પુત્રીનો હાથ માગ્યો અને તેની સાથે ધામધૂમ થી લગ્ન કર્યા.

સાર:

વાર્તા ગીતાના બીજા અધ્યાયના 54 માં શ્લોકનો જવાબ તરીકે છે!

પેંટિંગ: મારી કઝિન ધ્રુવા વાઘેલા નું છે! :)

યે કૌન ચિત્રકાર હૈ?

રાજા-મહારાજાના સમયની વાત છે. એક ગામનો છોકરો બાળપણથી થોડા થોડા ચિત્રો બનાવતો.પહેલા શોખથી બનાવતો પણ પછી એ કળા એના રોજગારનું સાધન બની ગઈ.ધીરે ધીરે તે પ્રખ્યાત થવા લાગ્યો.એને રાજ્યના ઘણા ગામમાથી કામ મળવા લાગ્યું.બધા જ ચિત્રો એકદમ જીવંત લાગે.ચિત્રકાર તરીકે ગામેગામ વખણાવવા લાગ્યો. એના અદભૂત ચિત્રોની મોં માંગી કિમ્મત આપવા બધા તૈયાર થઈ જતાં.હવે આ ચિત્રકારની વધતી જતી લોકપ્રિયતા એ રાજયના રાજા ને ખુચવા લાગી. રાજાને બીજા પ્રખ્યાતિ મેળવે એ થોડુક પણ ગમતું નહીં. એટ્લે રાજાએ એક તુક્કો અજમાવ્યો.

એક દિવસ એ ચિત્રકારને પોતાના દરબારમાં બોલાવ્યો. ચિત્રકાર રાજાના આમત્રણથી ખુશ થયો અને સમયસર દરબારમાં હાજર થયો. ચિત્રકારની થોડી આગતા-સ્વાગતા કરવામાં આવી.થોડી વાર પછી રાજાના સેનાપતિએ રાજાની ઈચ્છા ચિત્રકાર સામે ધરી. રાજાને પોતાનું વિશાળ પોઇટ્રેટ બનાવવું હતું. ચિત્રકારે તુરંત રાજાની ઇચ્છાનો સ્વીકાર કરી લીધો. એટલામાં સેનાપતિએ ચિત્રકારને અટકાવ્યો. અને રાજાની થોડી શરતો સાંભળાવી. ચિત્રકાર તો શરતો સાંભળીને એકદમ અવાચક થઈ ગયો. શરતો માં હતું કે જો રાજાને તેનું પોઇટ્રેટ પસંદ આવે તો રાજ્ય-રત્નોમાં ચિત્રકારને સ્થાન આપવામાં આવશે.પણ જો રાજાને પસંદ ના પડે તો તેને મૃત્યુદંડ(!)ની સજા કરવામાં આવશે! તેમ છતાં ચિત્રકારે પોતાનામાં વિશ્વાસ રાખીને હિમ્મતભેર હા કરી દીધી!

               Photo0531

એક દિવસ નક્કી કર્યો. રાજાએ તેનું પોઇટ્રેટ બનાવવા પોઝ આપ્યો. ચિત્રકાર તો પૂરી લગન થી રાજાનું પોઇટ્રેટ બનાવવા લાગ્યો.આખા દિવસની સખત મહેનત બાદ ફાઇનલ ટચિંગ આપીને તેનું ફ્રેમિંગ કરવામાં આવ્યું અને રજાના દિવસે જાહેરમાં તે વિશાળ પોઇટ્રેટ નું ઉદઘાટન ગોઠ્વવામાં આવ્યું. ગામના લોકો પેંટિંગ જોવા વહેલી સવારથી એકઠા થઈ ગયા હતા. થોડીવારમા કાર્યક્રમ શરૂ થયો અને રાજાની એન્ટ્રી થઇ. જેવુ રાજા એ તેના વિશાળ પોઇટ્રેટનો પડદો ઉઠાવ્યો ત્યાં વાતાવરણ તાલીઓથી ગુંજી ઉઠ્યું. તાળીઓનો અવાજ શાંત પડતાં રાજાએ કીધું,”આ કોણ છે?” અને ગામમાં સન્નાટો છવાઈ ગયો.

ચિત્રકાર,સેનાપતિ,ગામના લોકો પણ મુંજાયા. રાજાનું આબેહૂબ લાગતાં પોઇટ્રેટને ખુદ રાજાએ નકારી કાઢ્યું? ચિત્રકારે બીજી બાજુથી જોવા વિનંતી કરી. પણ રાજાએ નનૈયો ઝીકે રાખ્યો. ચિત્રકારને એનું મોત સામે દેખાવા લાગ્યું. એટ્લે થોડી હિમ્મત કરીને ગામના લોકોની રાય લેવા કીધું! હવે ગામના લોકો પણ હવે રાજા સાથે.સિંહનું મોઢું ગંધાય એવું કોણ કહે?

રાજાએ એની શરતો પ્રમાણે ચિત્રકારને મોતની સજા કરવા સેનાપતિને હુકમ આપ્યો.રાજાનો સેનાપતિ ચિત્રકાર ના ચિત્રોનો ચાહક હતો. અચાનક એને એક યુક્તિ સૂજી.સેનાપતિએ રાજાના કાનમાં ધીમેથી આ યુક્તિ સંભળાવી. ચિત્રકારને મોતની સજા કરવાને બદલે રાજ્યનિકાલની સજા કરવામાં આવે.તેથી રાજાને જ ફાયદો થશે.એક જીવન-દાનમાં આપશો તો રાજાની વાહ-વાહી થશે અને આખા રાજ્યમાં પ્રખ્યાતિ પણ થશે. પ્રખ્યાતિની વાત સાંભળી રાજા પીગળી ગયા અને સેનાપતિની વાત માની એ પ્રમાણે આદેશ આપ્યો.આ બાજુ ચિત્રકારને જીવમાં જીવ આવ્યો. ચિત્રકાર પોતાની સ્થિતપ્રજ્ઞતા જાળવીને જતાં જતાં પોઇટ્રેટ એ રાજાનું નથી એવું લખાવી એની નીચે રાજાના દસ્તખત લઈ લીધા અને પછીના દિવસે તે રાજ્યની બહાર નીકળી ગયો.

(continue…)

Q & A with our beloved Yuva God Krushn 2

Reblogged from Mount Meghdoot:

ગતાંકથી આગળ,

6. ફેઈલ્યોરનું શું કરવું? બધુંય સમજાય છે,ખબર બી પડે છે,પણ પચાવી નથી શકાતું…

કૃષ્ણ- યાદ કરો તો જરા,તમે કૈક એચીવ કરેલું ત્યારે એમ થયું હતું કે આ એચિવમેન્ટ પચશે કે નહિ? નહિ ને? એ ન પચી હોય ત્યારે જ હારનો અપચો થાય. જીતીએ ત્યારે બેશક મૌજ કરવી,પાર્ટી કરવી, ગમતાનો ગુલાલ કરવો. પણ એ યાદ રાખવું કે આ બધું જ તબાહ થઇ જશે.

Read more… 11 more words

Q & A with our beloved Yuva God Krushn 1

Reblogged from Mount Meghdoot:

શોક્ડ?  કૃષ્ણ,આપણા સૌના સૌથી પ્રિય ભગવાન…ના ના, ભગવાન નહિ,કેમકે ભગવાન તો વરદાન આપે,તથાસ્તુ બોલે ને ઇચ્છાઓ પૂરી કરે. કૃષ્ણ આપણી જોડે રમે,જમે અને હસતા હસતા જિંદગીના ફંડા શીખવે.ડીટ્ટો કોઈ દિલોજાન દોસ્તની જેમ, નહિ?કૃષ્ણ મિત્ર છે, માર્ગદર્શક છે અને મૌજ કરીને જીવતા શીખવે છે એટલે જ આપણને બધાયને એ પોતાનો લાગે છે. ડાર્ક દુનિયામાં દિલના દર્દ વેચવા સહેલા છે,વહેંચવા અઘરા છે. અને એટલે જ આજના યુવામન એ કેટલાક પ્રશ્નો એની સમક્ષ મુક્યા છે જેનો કૃષ્ણ જવાબ આપવાનો છે.

Read more… 29 more words

Q & A with our beloved Yuva God Krushn 1

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો, ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

                                      એક ચિત્રકાર વૃક્ષ તેના ચિત્રો બનાવતો.એક વાર ત્યાના રાજા ફરવા નીકળ્યા અને તેમની નજર આ ચિત્રકાર પર પડી.ચિત્રકારની કલાકૃતિ જોઇને રાજા ખુશ થયા અને ચિત્રકારને એના મહેલમાં રહેવા આમત્રણ આપ્યું.એક ઓરડો અને ચિત્રો દોરવા માટે ની બધી સામગ્રી પૂરી પાડશે એવું વચન આપ્યું. ચિત્રકાર તો   રાજા ની વાત સાંભળી ખુબ પ્રસન્ન થયો .એને લાગ્યું કે આખરે મારી મહેનત રંગ લાવી.તેણે રાજા ને ‘હા’ કહી. એવામાં રાજા બોલ્યા કે મારા મહેલમાં તને બધી જ સુવિધા મળશે પણ હું કહું ત્યારે તારે મહેલ છોડવો પડશે. ચિત્રકાર થોડો મૂંઝાયો છતાં હા એ હા રાખી. 

Victoriya0076*The Justice*

                                             બીજા જ દિવસે રાજાએ એક આલીશાન ઓરડો  રહેવા માટે આપી દીધો અને ચિત્રકાર  તેના ચિત્રોની પ્રેક્ટીસ કરવા લાગ્યો.પણ રાત દિવસ એક મુઝવણ એના મનમાંથી ખસતી ના હતી..કે રાજા મને ક્યારે જવાનું કહેશે.? આ મહેલ છોડીને જવો ગમે પણ નહિ. આ પ્રશ્ને એની રાતોની ઊંઘ પણ હરામ કરી નાખી.ખાવા -પીવા કે રહેવા માં ત્યાં કશો જ પ્રોબ્લેમ ન હતો છતાં આ એક સવાલ ના કારણે એ બેચેની અનુભવતો.એક દિવસ તે હિંમત કરીને રાજા ને આ સવાલ પૂછી નાખે છે,પણ રાજા કહે છે કે એ તો મારી મરજી!!!

પછીના  દિવસની સવારે ચિત્રકાર મહેલ છોડીને ચાલ્યો જાય છે, પાછો એ જ વૃક્ષ નીચે.

રાજાને ખબર પડતા જ ખુદ એની પાસે જઈને પૂછે છે કે કેમ ? મહેલ છોડવાનું કોઈ કારણ.?

ચિત્રકારે હળવું સ્મિત કરતા કીધું કે તમે કાઢી મુકો એ પહેલા જ હું જ મહેલ છોડીને ચાલ્યો જાવ એ મને ઠીક લાગ્યું એટલે મેં એ જ સવારે મહેલ છોડી દીધો.

#1V4:

નોકરીમાંથી રાજીનામું આપવું અને કોઈ નોકરીમાંથી કાઢી મુકે એમાં જમીન આસમાન નો ફરક હોય છે. શાહબુદીન રાઠોડ એક વાર કહેલું કે જે વ્યક્તિને એના અંત ની ખબર હોય એ સાચી જિંદગી જીવ્યો હોય.કલાકાર ને જો ખબર હોય કે કયો સ્ટેજ શો એનો છેલ્લો સ્ટેજ શો છે,તો એ સાચો કલાકાર…(શીર્ષક પંક્તિ: મુકેશ જોષી)

આડવાત :

લખાણ માં ભૂલ ચૂક લેવી દેવી..અને સજેશન પણ આવકાર્ય.. email: vishaljethava87@gmail.com

માણસની અંદર પણ કેટકેટલા માણસો જીવતા હોય છે !

સંઘ્યાકાળનો સમય છે. બે દેવદૂતો એક શહેરના દરવાજે ભેગા થઈ ગયા. પરસ્પરનું અભિવાદન કર્યું અને વાતોએ વળગ્યા.

એક દેવદૂતે બીજા દેવદૂતને પૂછ્‌યું ઃ ‘આજકાલ તું શું કામ કરે છે ? તને કયું કામ સોંપવામાં આવ્યું છે ?’

બીજા દેવદૂતે પ્રથમ દેવદૂતને જવાબ આપતાં કહ્યું ઃ ‘વાત એમ છે કે મને એક પતનગ્રસ્ત માણસની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ દુષ્ટ માણસ નીચે ખીણમાં રહે છે. તે પાપી છે અને અત્યંત પતિત માણસ છે. તને ખબર છે ને કે એ માણસની દેખરેખ રાખવાનું કામ ભારે મહેનતનું કામ છે. હું પોતે એની દેખરેખ માટે ખાસ્સી મહેનત કરું છું.’

પ્રથમ દેવદૂતે કહ્યું, ‘અરે ! એ તો સહેલું ને સટ કામ છે. હું અનેક પાપીઓને ઓળખું છું અને અનેક વખત તેમનો સંરક્ષક બન્યો છું. પરંતુ હવે મને એક અતિ પવિત્ર સંતની રખેવાળીનું કામ સોંપવામાં આવ્યું છે. એ સંત પેલી તરફની કુંજમાં રહે છે. મારો વિશ્વાસ રાખ, હું સાચું કહું છું. એ સંતની રખેવાળીનું કામ અત્યંત કપરું છે.’
બીજા દેવદૂતે કહ્યું, ‘તારી આ વાત તદ્દન કાલ્પનિક છે. કોઈ સંતનું સંરક્ષણ કરવાનું કામ પાપીની રક્ષા કરતાં કેવી રીતે મુશ્કેલ હોઈ શકે ?’
પહેલો દેવદૂત ગુસ્સે થઈ ગયો. એણે કહ્યું, ‘બદતમીઝીની પણ હદ હોય છે. મેં તો માત્ર સાચી વાત કરી. મને લાગે છે તું જુઠ્ઠો છે.’
અને બન્ને દેવદૂતો અંદરોઅંદર વાદ-વિવાદ કરવા લાગ્યા, એમાંથી ઝઘડો વઘુ ઉગ્ર બન્યો અને બન્ને મુક્કાબાજી કરવા લાગ્યા અને પોતાની પાંખો અથડાવીને પણ લડવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ બન્ને લડી રહ્યા હતા, એવામાં ત્યાં દેવદૂતોનો નેતા આવી ચઢ્‌યો. એણે બન્ને વચ્ચેની લડાઈ બંધ કરાવી દીધી અને પૂછયું, ‘મને એ તો કહો કે તમે બન્ને કઈ વાત પર એક-બીજા સાથે લડી રહ્યા છો ? તમને એટલું પણ ભાન નથી કે શહેરના દરવાજે આવી રીતે લડવાનું દેવદૂતો માટે શોભાસ્પદ નથી. મને કહો કે તમારો વિવાદ કયા મુદ્દાને અનુલક્ષીને છે ?’

ત્યારે બન્ને ફિરસ્તાઓ એક સાથે પોતપોતાનો પક્ષ રજૂ કરવા લાગ્યા. તેઓ બન્ને કહી રહ્યા હતા કે તેમનું પોતપોતાનું કામ અત્યંત મુશ્કેલ છે. તેથી તેમના કામને વઘુ માન્યતા મળવી જોઈએ.

પેલા નેતાએ ડોકું ઘૂણાવ્યું અને બન્નેને પાસે બોલાવીને કહ્યું, ‘મિત્રો, હજી હું એ નિર્ણય નથી કરી શકતો કે તમારા બન્ને પૈકી સન્માન અને પુરસ્કારનો કોનો દાવો વઘુ યોગ્ય છે. તેથી શાન્તિ અને વઘુ સારી રખેવાળી માટે તમને બન્નેને એકબીજાનું કામ સોપું છું. કારણ કે તમે બીજાના કામને સહેલું માનો છો અને પોતાના કામને અઘરું. હવે તમે મેં સોપેલું કામ સંભાળી લો અને ખુશ રહો.’

નેતાનો આદેશ માથે ચઢાવીને બન્ને દેવદૂતો પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા. પરંતુ બન્ને પોતાના નેતા તરફ ભારે ગુસ્સાની નજર જોઈ રહ્યા હતા. ‘આ નેતા લોકો, દિવસે-દિવસે દેવદૂતોના જીવનને કપરાથી અતિ કપરું બનાવી રહ્યા છે.’
પરંતુ દેવદૂતોનો નેતા ત્યાં જ ઉભો-ઉભો વિચાર કરી રહ્યો હતો ઃ ખરેખર ! અમારે સાવધાન રહેવું પડશે. અમારા રક્ષક દેવદૂતો પર ચાંપતી નજર રાખવી પડશે !

ખલીલ જિબ્રાનની ‘બે રક્ષક ફિરસ્તા’ વાત અહીં પૂરી થાય છે. પણ પ્રશ્ન ઉભો કરતી જાય છે ઃ મુશ્કેલ કાર્ય કયું ઃ ‘પાપીને જાળવવાનું કે સંતની રક્ષા કરવાનું ?’

परवाझ कर आसमां पे तुं…!

परवाझ कर आसमां पे तुं...!

परवाझ कर आसमां पे तुं…!
परवाझ कर आसमां पे तुं...!
परवाझ कर आसमां पे तुं...!

खुद को ना छोटा समज...,खुद को ना कमजोर कर...
तुज में हैं क्यां कुच नहीं...,हालात से तु ना डर...!
आंखो को साधले तुं...,हर लक्ष्य पा जायेगा...
मुश्किल भरी राहो में...,मंजिल को पा जायेगा...!

है है तुज में वो ताकात...,है है तुज में वो हिम्मत...
है है तुज में वो जज्बां...,कुच भी कर जायेगां...

है तुज में वो रोशनी...,मिट जायेगा ये अंन्धेरा...
ये रात एक रात की...,कल का है तुं संवेरा...!
परवाह छोड दे तुं...,ना फ़िक्र तुं कर कभी...
परवाझ कर फ़लक पें...,देंखेंगी तुजको जमीं...!

है है तुज में वो ताकात...,है है तुज में वो हिम्मत...
है है तुज में वो जज्बां...,कुच भी कर जायेगां...!

परवाझ कर..., आसमां पे तुं...!

અભિપ્રાય જ માત્ર ઓળખ?

અભિપ્રાય જ માત્ર ઓળખ?

Ad:લખવામાં મને હજુ એકડો ઘુંટ્તા પણ નથી આવડતું એટલે લખાણ માં 
ભુલચુક માફ઼ કરજો.સુધારવા માટે 
તમારી ટિપ્સ પણ આવકાર્ય છે.			

               મુક(એટલે કે અહીં ઘણા બધા) વ્યક્તિ તેની આસપાસના માણસોને હંમેશા પોતાના 
કહેવાતા બીબામાં ઢાળવાનો પ્રયાસ કરતા હોય છે. 
વાંધો નહિ ભલે ને જેમ કરવું હોય એમ કરે,પણ એમને એટલી બધી ઊતાવળ ફ઼ાટી નિક્ળે છે કે
માત્ર એક વખત મળેલો કોઇ વ્યક્તિ તેનાં પહેરવેશ, બોલી, પરથી કોઇ એક તારણ પર આવી જાય છે કે 
બસ આ વ્યક્તિ આવો જ હોવો જોઇએ...ઢફ઼્ફ઼્ફ઼...દઇને એને એક ચોખટામાં ઢાળી દેવાનો.
અને પાછું એ તો ઠીક છે ,પણ એનું માર્કેટિંગ એટ્લું બધું કરશે કે એનો લંગોટીયો યાર હોય.
હવે
થોડીક સિચ્યુએશન વિચારીએ...
એ ભાઇ કે બહેને એની થોડી મદદ કરી હોય કે એનો પહેરવેશ કે પછી તેની સ્પિચ સારી હોય
તો તરત એક અભિપ્રાય ની ગાંઠ વાળી લે,

એ વ્યક્તિને કોઇ જોડે ગુસ્સો કરતો જોવે તો તે જ મીનીટે એ વ્યક્તિ વિશે તેનો અભિપ્રાય બદલાઇ
જાય કે આપણે તો એને બહુ સારો કે સારી ધારેલી(!) 
પણ એવી છે નહીં.
ક્યાંક કોઇ ગંભીર એક્સિડન્ટ થયેલું છે અને લોહીલુહાણ માણસને કોઇ ઊંચકવા કે દવાખાને 
લઈ જવા તૈયાર નથી એવામાં એ વ્યક્તિ 
એકલો આગળ આવી ને પેલાની મદદ કરે છે ત્યારે પાછો સડન્નલી અભિપ્રાય ચેન્જ.

તો શું આમાં એ માણસ બદલાયો કે એનો માત્ર અભિપ્રાય??? 
તેથી કહેવાય કે કોઇ ને તુરંત કોઇ એક બીબામાં ઢાળવા અમારા,તમારા અને પુરા સમાજના 
સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.અસ્તુ.

૧વિ૪:

#જરુરી એ નથી કે તમે આસ્તિક છો કે નાસ્તિક.
એટલું જ જોવાનું કે તમે તમારામાં કેટ્લી શ્રધ્ધા ધરાવો  છો.

***Painted World of Words***

 

જો પીંછી એ વિચારોની લીટી છે 
તો શબ્દો એ એની ખીંટી છે,
જો રંગો ની દુનિયા મિઠી છે,

તો શબ્દોની દુનિયા પણ મેં દીઠી છે,
પીંછી ની કહાની તો સહુને કીધી છે,

પણ હવે કલમને હાથમાં લીધી છે
આ કવિતા એવી રીતે કીધી છે,

જાણે પ્રેમ ની શાહી મેં પીધી છે.
“વિshaल”