Reblogged from Mount Meghdoot:
ગતાંકથી આગળ, 6. ફેઈલ્યોરનું શું કરવું? બધુંય સમજાય છે,ખબર બી પડે છે,પણ પચાવી નથી શકાતું…
કૃષ્ણ- યાદ કરો તો જરા,તમે કૈક એચીવ કરેલું ત્યારે એમ થયું હતું કે આ એચિવમેન્ટ પચશે કે નહિ? નહિ ને? એ ન પચી હોય ત્યારે જ હારનો અપચો થાય. જીતીએ ત્યારે બેશક મૌજ કરવી,પાર્ટી કરવી, ગમતાનો ગુલાલ કરવો. પણ એ યાદ રાખવું કે આ બધું જ તબાહ થઇ જશે. તું, તારું એચિવમેન્ટ બધું જ. રહેશે તો ફક્ત તારા એ માટેના પ્રયત્નો.યેસ,યુ ગોટ રાઈટ. કર્મ.કામ.[ઓય, અત્યારે એ 'કામ'ની વાત નથી.ચૂઊપ
] તમારું પરફોર્મન્સ અને એ માટેનું ડિવોટેડ ડેડીકેશન જ તમને જીવતા રાખશે. કામ કરતા થાકો ત્યારે આપોઆપ હું ઊંઘ આપી દઈશ કે જેથી તમે ઉઠો ત્યારે નવા વિચારો અને નવું જોમ તમારી રાહ જોતું હોય. ફેઇલ્યોરથી બીવો નહિ,એને પોતાના જોશમાં ઉમેરી દો. એક પ્રોડક્ટનો પ્રોફિટ જેમ બીજી પ્રોડક્ટમાં લગાડી દઈએ એમ જ સ્તો.
7. જયારે કો-ઓપરેશનથી કામ પાર પડતું હોય છે ત્યારે માણસો કેમ ધક્કામુક્કી કરીને આગળ આવવા અને એ બહાને પોતાનું મહત્વ દેખાડતા ફરતા હોય છે? કૃષ્ણ- તમે ડાર્વિનદાદાને વાંચ્યા હશે. ખાવાનું મેળવવા જેમ ધક્કામુક્કી થાય છે એનું જરા શિષ્ટ રૂપ છે તમે કહો છો એ.
પણ, દુનિયામાં તમારે તમારી વાત કહેવી હોય તો દબાતા સુરે નહિ, ત્રાડભર્યા સ્વરે કહેવી પડશે. દુનિયાના કાન બહેરા છે એટલે ધડાકા વગર કોઈ નહિ સાંભળે. હા,ટીમવર્કનો મહિમા તો પાંડવોના વખતથી ચાલ્યો આવે છે. જે ન સમજે એમને કુટાવા દો..આપોઆપ ટીમમાં જોડાશે.એકાદ વાર સમજાવવામાં આપણો અહં ન ઘવાય તો તો ઉત્તમ. અહંને સાઈડટ્રેક કરવો હોય તો ટીમમાં કામ કરવું. ગુસ્સા પર પણ કંટ્રોલ આવી જાય છે જયારે તમે ટીમમાં કામ કરતા હો છો ત્યારે. હા મને ખબર છે કે અમુક અકોણાઓ ટીમમાં ધાર્યું કરાવવા માટે કુટનીતિ કાર્યમાં જ રચેલા અને એવમ પચેલા પણ હોય છે.પરંતુ, તમે ઓનેસ્ટલી ટીમ માટે કામ કરશો અને ટીમની અંદર રહીને કામ કરશો તો શીખવા તમને જ મળશે.જે એકલા હાથે ન શીખવા મળે એ ટીમમાં ચુટકીઓમાં શીખાય જાય છે.[પર્સનલ અનુભવ હો
] 8. શું પાછા આવવાનો, ભૂલ કબૂલ કરવાનો કે માફી માંગવાનો કોઈ રસ્તો છે? કૃષ્ણ- હકન..કોણ કહે છે કે નથી?ટાઈમ મશીનથી એ સમયમાં, એ ક્ષણમાં પાછા નથી જઈ શકાતું,પરંતુ એ યાદોમાં રહે છે એટલે એક રીતે વ્યક્તિ ત્યાં હોય છે ખરી. ભૂલ તો કોનાથી ન થાય? એટલે બોજ માથે લઈને ફરવા કરતા એ હલકો કરી નાખવો. હૈયું ઠાલવી દેવું કોઈ દોસ્ત પાસે, માશુકા પાસે કે પછી કોઈ અંગત પાસે. માફી માંગવાનું જેટલું સહેલું છે ને એના કરતા ક્યાય અઘરું માફી આપવાનું છે. કોઈ શત્રુ માફી માંગે ત્યારે ખાસ ડાઉટ જાય કે આને આપવી કે ન આપવી?ત્યારે મારી જેમ વર્તવું. દુશ્મનને અધમુઓ કરી મુકવો અને પછી ‘જા,તુંય શું યાદ રાખીશ કે મળ્યો તો માથાનો…’
દોસ્તીમાં આવા ધમપછાડા ન કરવાના હોય. ખીજાયને માફી માંગનારા બહુ રેર અને ‘જેમ’ હોય છે.ડોન્ટ લુઝ ધેમ. અને તોય જો એમ થાય કે હવે કેમનો પાછો આવું?હે ભગવાન કેટલી મોટ્ટી ભૂલ થઇ ગઈ મારાથી? ત્યારે મારા પર છોડી દેજે. તારી બદ્ધી ભૂલ હું મારા માથે લઇ લઈશ.
ચીલ મેન…
9. આજકાલ મને મજા પણ આવે છે અને ડર પણ લાગે છે…. કૃષ્ણ- તું કોઈ દિવસ રોલર કોસ્ટર માં બેઠો છો? જીંદગી નું એવું જ છે મારા દોસ્ત! મજા પણ આવે અને ડર પણ લાગે, એટલે આપણે તો એક જ કરવાનું, મજા કરતી વખતે એટલું છકી નહિ જવાનું કે કોઈ ખોટું થઇ જાય, અને હા ખાસ વાત…. એટલું નહિ ડરવાનું કે મજા ની પત્તર ફડાઈ જાય. હું કોઈ દિવસ કઈ પરફેક્ટ આપતો જ નથી, છેલ્લા ઘુંટડે હું નવી તરસ મુકું છું, હું તને શાંતિ થી મજા ય નહિ કરવા દઉં. એક વાત કહે, ડર નહિ હોય તો તું તારી મમ્મી ના ખોળા માં ભરાઈ પડીશ? એ બહાને તારી મમ્મીનો પ્રેમ તને મળશે? પ્રેમ માં પેલી/પેલા ને ગુમાવી દેવાનો ડર નહિ હોય તો શું તું એને પ્રેમ કરવાના, એને રીઝવવા ના નવા નવા રસ્તા ઓ ગોત્યા કરીશ, જોબ માં માથે તલવાર નહિ લટકતી હોય તો તારું પરફોર્મન્સ કોઈ દિવસ સારું જવાનું છે? મજા કર, પણ ભૂલીશ નહિ…. ડર જ છે જે તને મારા સુધી પહોચાડે છે..એટલું તો મોનોપોલી રાખવા દો યાર…
10. દિલ તૂટે છે ત્યારે દર્દ નથી થતું..ખબર નહિ કેમ… કૃષ્ણ- એનો અર્થ એ થયો કે કા તો તમે ટેવાઈ ગયા છો અને કા ખરેખર દિલ તૂટ્યું જ નથી.
આ બધાના મૂળમાં અપેક્ષા છે. ક્યાંક એકાદી અપેક્ષા પૂરી ન થઇ હોય તો દિલને થોડું ખોટું લાગે છે,પણ પછી દિમાગ એને મનાવી લે છે કે ભાઈ શું કરીએ?મેળ જ ન પડ્યો…આવું જ થાય છે ને? હેહે, મુદ્દો એટલો જ કે જિંદગીને કે આપણી જાતને આપણે આમ જ મનાવી લઈએ છીએ ને પરિણામે એક વેક્યુમ સર્જાય છે. બની શકે કે એમાં તમને રાઈટર્સ બ્લોક આવે, રૂટીન તરફ આમ ઉદાસીન થઇ જવાય, એકનું એક કામ કરવા છતાય એમાં નવીનતા ન સુઝે…આ બધું જાત તરફ ઉદાસીન રહેવાને લીધે થાય છે.જીન્દગી અને જાત,બેયને સંવારતા રહેવી…બધુંય સરખું રહેશે.અને વેઈટ, હું એમ પણ નથી કહેતો કે દુ:ખ નહિ જ હોય. દુ:ખના ગર્ભમાં સુખનો જન્મ થતો હશે એ નક્કી માનવું. દિલથી કશુક ચાહતા તો શીખો.પછી એ તૂટશે,અને એ દુ:ખમાંથી કૈક જાદુઈ મળી આવશે…શું મળશે?એ આવતા અંકે…
Till then, Enjoy life





![[V]ictoriya](http://rangrezz.files.wordpress.com/2011/07/victoriya0079.jpg?w=690)
Recent Comments